આ મંદિરમાં કુંવારા લોકોની ઈચ્છાઓ પુરી કરે છે ભોલેબાબા, આપે છે મનપસંદ જીવનસાથીનું વરદાન.

આ મંદિરમાં કુંવારા લોકોની ઈચ્છાઓ પુરી કરે છે ભોલેબાબા, આપે છે મનપસંદ જીવનસાથીનું વરદાન.

હંમેશા લોકો પોત પોતાની રીતે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે અને શિવભક્ત તેને પ્રસન્ન કરવા માટે દરેક શક્ય એટલા પ્રયાસ કરતા રહે છે, આપણા દેશમાં એવા ઘણા શિવ મંદિર છે, જ્યાં લોકો ભોલેનાથના દર્શન કરવા માટે જાય છે અને પોતાની તકલીફોને દુર કરવાથી પ્રાર્થના કરે છે, એવું કહેવામાં આવે છે કે ભારતના આ મંદિરોમાં દર્શન કરવા વાળા લોકોની ભગવાન ભોલેનાથ તમામ તકલીફો દુર કરે છે.

પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ. જે મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે ભોલેનાથને જળ ચડાવવા વાળા કુંવારાનું અહિયાં ભાગ્ય ખુલી જાય છે અને તેના પોતાના મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શિવજીના આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે જે ભક્ત આ મંદિરમાં બિરાજમાન ભગવાન પારસનાથના દર્શન કરે છે, તેના તમામ દુઃખ દર્દ દુર થાય છે, ભગવાન શિવજીનું આ મંદિર ઉત્તર પ્રદેશના લખીમપુર ખરીના મૈગલગંજમાં ગોમતી કાંઠે મડીયા ઘાટ ઉપર આવેલું છે, આ મંદિરને બાબા પારસનાથના નામથી પણ લોકો ઓળખે છે, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીના આ દરબારમાં જે શિવલિંગ સ્થાપિત છે, જો અપરણિત લોકો તેની ઉપર અભિષેક કરે છે, તો તેની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે અને તેને પોતાના મનપસંદ જીવનસાથી મળે છે.

માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે પ્રાચીન કાળમાં મહર્ષિ વ્યાસના પિતા પારસનાથે આ શિવલિંગને અધિષ્ઠાન કરાવ્યું હતું, ગાઢીયા ઘાટ મંદિરની એક બીજી ખાસ વાત એ જણાવવામાં આવે છે કે અહિયાં ગોમતી નદી આવેલી છે જે ઉત્તરાયણી વહે છે, આ નદીની અંદર ત્વચા સંબંધિત તકલીફોથી પીડિત લોકો ડૂબકી લગાવીને ભગવાન શિવજી ઉપર જળ અર્પણ કરીને પ્રાર્થના કરે છે, તો તેની ત્વચા સાથે જોડાયેલા રોગ દુર થઇ જાય છે.

આ મંદિર સુંદરતા વચ્ચે રમણીય સ્થાન ઉપર વસેલું છે, જેની સુંદરતા જોવા લાયક છે, એવું કહેવામાં આવે છે કે અહિયાં દરરોજ સવારે શિવલિંગની પૂજા અર્ચના સ્વયં જ થઇ જાય છે, જે ભક્ત અહિયાં દર્શન કરવા માટે આવે છે, તે અહીયાની સુંદરતા જોઈ ઘણા પ્રભાવિત થઇ જાય છે, અહીયાની સુંદરતા ભક્તોના મન મોહી લે છે.

જે લોકો પોતાના લગ્નને લઈને દુઃખી છે, જે લોકોના લગ્નમાં કોઈ પ્રકારની અડચણ કે સમસ્યા ઉભી થઇ રહી છે, તે લોકો અહિયાં શિવજીના દર્શન કરવા માટે જરૂર આવે છે અને અહિયાં શિવલિંગ ઉપર અભિષેક કરે છે, અહિયાં આવીને બાબા પારસનાથના અભિષેક કરવાથી વહેલી તકે તેની ઇચ્છાઓ પૂર્ણ થઇ જાય છે, આ મંદિરમાં ભક્તો દુર દુરથી દર્શન કરવા માટે આવે છે, ખાસ કરીને કુંવારા લોકો મોટા પ્રમાણમાં અહિયાં આવે છે.

આમ તો આ મંદિરમાં દરરોજ ભક્તોનું આવવા જવાનું ચાલુ જ રહે છે, પરંતુ મહાશિવરાત્રીના દિવસે અહિયાં દુર દુરથી કુંવારા લોકો આવે છે અને શિવલિંગ ઉપર અભિષેક કરીને પોતાના મનપસંદ જીવનસાથીની પ્રાર્થના કરે છે અને ભોલેનાથની કૃપાથી તેમની મનોકામના તરત પૂરી થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *