રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

મહાદેવના આ ધામ પર દર 12 વર્ષે પડે છે વીજળી, છતાં પણ નથી થતું તેને નુકશાન, જાણો આ રહસ્યમય મંદિર વિષે

હિન્દુ ધર્મમાં ઘણા એવા દેવી-દેવતાઓ છે જેની લોકો પૂજા કરે છે, દેશભરમાં એવા ઘણાં પવિત્ર સ્થળો છે, જેની અંદર ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે. હંમેશા આ મંદિરોમાં કોઈને કોઈ ચમત્કાર થતાં હોય છે, જે ભક્તોને પોતાની તરફ આકર્ષે છે. એવા ઘણા મંદિરો છે જેના કોઈને કોઈ ચમત્કારો અને વિશેષતા વિશ્વભરમાં પ્રખ્યાત છે. એટલું જ નહીં ઘણા મંદિરો એવા પણ છે જે રહસ્યોથી ભરેલા છે, જેના રહસ્ય આજદિન સુધી ઉકેલી શકાયા નથી.

હિમાચલ પ્રદેશને દેવ ભૂમિ કહેવામાં આવે છે. આ સ્થાન ઉપર દેવ-દેવીઓના ઘણા મંદિરો આવેલા છે. દેવભૂમિમાં એવા ઘણા પ્રખ્યાત મંદિરો બનેલા છે, જે તેમની કોઈને કોઈ વિશેષતા અને ચમત્કારો માટે વિશ્વભરમાં જાણીતા છે. આજે અમે તમને મહાદેવના એક એવા ચમત્કારિક મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે રહસ્યમયી માનવામાં આવે છે. હકીકતમાં, આ મંદિર ઉપર દર 12 વર્ષ પછી આકાશી વીજળી પડે છે, પરંતુ મંદિરને કોઈ પણ રીતે નુકસાન નથી પહોંચ્યું.

દેવભૂમિમાં આવેલા મહાદેવના આ મંદિરનું રહસ્ય આજ સુધી કોઈ પણ ઉકેલી શક્યું નથી. એવું માનવામાં આવે છે કે, આ મંદિરની અંદર શિવલિંગ આવેલું છે, જેની ઉપર દર 12 વર્ષે વીજળી પડે છે, પરંતુ આ શિવલિંગને કોઈ નુકસાન નથી પહોચ્યું. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવજીનું આ મંદિર જે ખીણ ઉપર આવેલું છે, તે સાપના રૂપમાં છે. મહાદેવે આ સાપનો વધ કર્યો હતો અને આ મંદિર ઉપર 12 વર્ષમાં એકવાર જોરદાર વીજળી પડે છે.

વીજળી પડવાને કારણે આ મંદિરમાં જે શિવલિંગ રહેલા છે તે ખંડિત થઇ જાય છે, પરંતુ ત્યાર પછી મંદિરના પૂજારી આ ખંડિત શિવલિંગ ઉપર મલમ તરીકે માખણ લગાવે છે, ત્યારબાદ ભગવાન શિવજીને પીડામાંથી રાહત મળે છે. પુજારી ખંડિત શિવલિંગના ટુકડાને માખણથી જોડે છે. અને થોડા મહિના પછી શિવલિંગ નક્કર સ્વરૂપમાં ફેરવાય જાય છે.

મહાદેવના આ મંદિરની પાછળ એક પૌરાણિક કથા દર્શાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, ઘણા સમય પહેલા અહિયાં કુલાન્ત નામનો રાક્ષસ રહેતો હતો. તેણે પોતાની શક્તિથી અજગરનું રૂપ ધારણ કરી લીધું હતું. આ રાક્ષસ અજગરનું રૂપ ધારણ કરીને મથાણ ગામ નજીક બ્યાસ નદીમાં ફેણ લગાવીને બેઠો હતો, જેના કારણે નદીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો, અને ધીરે ધીરે પાણી એક જ જગ્યાએથી વહેવા લાગ્યું હતું. રાક્ષસે આવું એટલા માટે કર્યું હતું જેથી અહિયાં રહેવા વાળા તમામ પશુ પક્ષીઓ પાણીમાં ડૂબીને નાશ પામે.

મહાદેવ રાક્ષસનું આ કૃત્ય જોઈને ખૂબ ગુસ્સે થયા અને તેઓ તેની પાસે જઈને કહેવા લાગ્યા કે, તેની પૂંછડીમાં આગ લાગી છે. ત્યારે આ રાક્ષસે મહાદેવની વાત સાંભળીને જેવું જ પાછળ વળીને જોયું એટલે મહાદેવે તેમના ત્રિશૂળથી તેનું માથું કાપી નાખ્યું. આ રાક્ષસનું વિશાળ શરીર પર્વતમાં પરિવર્તિત થઇ ગયું, જેને કુલ્લુના પર્વતના નામથી ઓળખવામાં આવે છે.

જ્યારે મહાદેવે આ રાક્ષસનો અંત કર્યો, ત્યાર પછી તેમણે ઇન્દ્રદેવને કહ્યું હતું કે, તમે દર 12 વર્ષ પછી વીજળી પાડતા રહો, તે સમયથી આ મંદિર ઉપર વીજળી પડતી રહે છે. વીજળી પડવાને કારણે અહીંયા સ્થિત શિવલિંગના ટુકડે ટુકડા થઈ જાય છે. પરંતુ અહીંયાના પૂજારી શિવલિંગ ઉપર માખણ લગાવીને તેને જોડી દે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *